-->
Natural Natural

Pradhanmantri Vishwakarma Yojana | પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

Post a Comment

 Pradhanmantri Vishwakarma Yojana :પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના :(17 સપ્ટેમ્બર) વિશ્વકર્મા જયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લોન્ચ કરી છે. 18 વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને આ યોજનાનો લાભ મળશે. આ માટે 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ (ફંડ) ફાળવવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે શરૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોને આપવામાં આવતી લોન પર સરકાર 8 ટકા સુધીની સબસિડી આપશે.

આ 18 બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે

  1. સુથાર
  2. હોડી ચલાવનાર
  3. ઓજાર બનાવનાર
  4. લુહાર
  5. તાળા વનાવનાર (રિપેરિંગ કરનાર)
  6. હથોડી અને ટૂલકીટ નિર્માતા
  7. સોની
  8. કુંભાર
  9. શિલ્પકાર- મૂર્તિ બનાવનાર
  10. મોચી
  11. મિસ્ત્રી
  12. ટોપલી, સાદડી, સાવરણી બનાવનારા
  13. પરંપરાગત ઢીંગલી અને રમકડા ઉત્પાદકો
  14. વાળંદ
  15. માળી
  16. ધોબી
  17. દરજી
  18. 18.માછલીની જાળ બનાવનાર

નાણામંત્રીએ આ યોજનાના લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, સરકારે 2023-24ના બજેટમાં 13 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. વિશ્વકર્મા યોજનાની વિગતો શેર કરતાં નાણામંત્રીએ કહ્યું કે, કારીગરોને 5%ના વ્યાજ દરે કોલેટરલ ફ્રી લોન આપવામાં આવશે.

આ યોજનામાં પ્રદેશના 18 પરંપરાગત કારીગરો સામેલ છે જેમાં સુથાર, સુવર્ણકાર, લુહાર, ચણતર, પથ્થર કોતરનાર, વાળંદ અને બોટમેનનો સમાવેશ થાય છે. સરકાર રૂ. 3 લાખ સુધીની લોન આપશે. શરૂઆતમાં રૂ. 1 લાખની લોન આપવામાં આવશે અને 18 મહિનાની ચુકવણી પછી, લાભાર્થી વધારાના રૂ. 2 લાખ માટે પાત્ર બનશે, તેમ નાણામંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023

ગઈકાલે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને એક્સ્પો સેન્ટર, યશોભૂમિ ખાતે આ યોજનાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે, આ યોજના લાખો કારીગરો અને કારીગરો માટે આશાનું કિરણ છે જેઓ હાથ અને સાધનોથી કામ કરે છે.

PM વિશ્વકર્મા યોજનાનું મુખ્ય ધ્યાન કારીગરો અને કારીગરોના ઉત્પાદનો અને સેવાઓની સુલભતા તેમજ ગુણવત્તા સુધારવા અને તેઓ સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સાથે સંકલિત છે તેની ખાતરી કરવાનું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશભરના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કારીગરો અને કારીગરોને આર્થિક રીતે ટેકો આપવાનો જ નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનો, કળા અને હસ્તકલા દ્વારા વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વારસાને જીવંત અને સમૃદ્ધ રાખવાનો પણ છે.

એક લાખની લોન 5% વ્યાજ પર મળશે

 લાખની લોન 5% વ્યાજ પર મળશે
નાણાકીય વર્ષ 2023-24 થી 2027-28 સુધી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના પર 13,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ યોજના હેઠળ દેશભરના લગભગ 30 લાખ પરંપરાગત કારીગરોને લાભ થશે. યોજનાના પ્રથમ તબક્કામાં કામદારોને 5% વ્યાજ દરે 1 લાખ રૂપિયાની લોન મળશે. તેમજ આગામી તબક્કામાં આ રકમ વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવશે. યોજના હેઠળ કારીગરો અને શિલ્પકારોને ​​​​​​​તાલીમ પણ​​​​​​​ મળશે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના પાત્રતા Pradhanmantri Vishwakarma Yojana 2023 Eligibility

ઉંમર લઘુતમ ૧૮ વર્ષ
કુટુંબ દીઠ એક સભ્યને લાભ
છેલ્લા પાંચ વર્ષમાં સ્વરોજગારી/વવસાયિક વિકાસ માટે લોન લીધેન ન હોવી જોઈએ.
સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો પાત્ર થશે નહિ.

પીએમ વિશ્વકર્મા યોજના ડોક્યુમન્ટસ (Documents)

આધારકાર્ડ
બેંક ડિટેલ્સ
મોબાઈલ નંબર
રાશનકાર્ડ

પીએમ વિશ્વકર્મા યોજના રજીસ્ટ્રેશન
Pradhanmantri Vishwakarma Yojana 2023 Registration
CHC સેન્ટર, ઈગ્રામ સેન્ટર તથા ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરવા નીચે આપેલ લિંક ઓપન કરો.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાના લાભ Pradhanmantri Vishwakarma Yojana 2023 Benefits
રજીસ્ટ્રેશન બાદ લાભાર્થીને પી.એમ.વિશ્વકર્મા સર્ટીફિકેટ અને આઈ.ડી. કાર્ડ
કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીઓને રૂ.૧૫૦૦૦/- ની ટુલકિટનો લાભ
રૂ.૫૦૦/- ના સ્ટાઈપેન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ
તાલીમ બાદ લાભાર્થીને ૧૮ મહિનાની મુદત માટે ૧૦૦૦૦૦/- સુધીની કોલેટરલ ફ્રી લોન
પ્રથમ લોન પૂર્ણ કર્યા બાદ સ્ટાઈપેન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ ને બીજી ૩૦ મહિનાના સમયગાળા માટે રૂ.૨૦૦૦૦૦/- સુધીની લોન
૧૦૦(માસિક) વ્યવહારો માટે રૂ.૧/- પ્રતિ ડીજીટલ ટ્રાન્ઝેક્શન દરે પ્રોત્સાહન તથા અન્ય લાભો

પીએમ વિશ્વકર્મા યોજના રજીસ્ટ્રેશન

રજીસ્ટ્રેશન કરવા અહી ક્લિક કરો


Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter