-->
Natural Natural

PM SHRI YOJANA FOR SCHOOLS

Post a Comment

 PM SHRI YOJANA FOR SCHOOLS (PM Schools for Rising India)


Department of School Education & Literacy
Ministry of Education Government of India


વર્ષ 2021-22ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તમામ પાસાનો સમાવેશ કરવા માટે દેશભરમાં 15,000થી વધુ શાળાઓને ગુણાત્મક રીતે મજબૂત કરવામાં આવશે.

આ શાળાઓ અન્ય શાળાઓ માટે Exemplar(ઉદાહરણરૂપ) શાળાઓ તરીકે ઉભરી આવશે  અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના હેતુઓ હાંસલ કરવા માટે અન્ય શાળાઓને માર્ગદર્શન પૂરું પાડશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ના અમલીકરણના ભાગ સ્વરૂપે કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા તારીખ ૭ મી સપ્ટેમ્બર , ૨૦૨૨ ના રોજ PM SHRI ( PM Schools for Rising India ) યોજના મંજૂર કરવામાં આવી છે . વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૬ સુધી પાંચ ( ૫ ) વર્ષમાં દેશની ૧૫૦૦૦ થી વધુ શાળાઓ પસંદ કરીને તે શાળાઓનું શિક્ષણ વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવું તે આ યોજનાનો મુખ્ય હેતુ છે , PM SHRI ( PM Schools for Rising India ) Scheme અંતર્ગત પસંદ થયેલી શાળાઓમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ના તમામ પાસાઓનું અમલીકરણ કરવામાં આવશે જેથી આ શાળાઓ આસપાસની શાળાઓ માટે ઉદાહરણરૂપ બની રહે . 

Also Read:શાળા સિદ્ધિ કાર્યક્ર્મ વિશે માહિતી
PM SHRI ( PM Schools for Rising India ) Scheme અંતર્ગત તાલુકા દીઠ મહત્તમ બે શાળાઓ જેમાં એક સરકારી પ્રાથમિક અને એક સરકારી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાને પસંદ કરવામાં આવશે . PM SHRI Scheme અંતર્ગત શાળાઓની પસંદગી માટે કેન્દ્ર સરકાર દ્વારા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે . શાળાઓની પસંદગી ચેલેન્જ મોડ દ્વારા કરવામાં આવશે . જે માટે શાળાએ PM SHRI Scheme પોર્ટલ ( https://pmshrischools.education.gov.in/ ) પર જઈ પોતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે . PM SHRI પોર્ટલ પર UDISE + કોડ ધરાવતી આપના જિલ્લાની નિયત થયેલી બેન્ચમાર્ક શાળાઓ ( માપદંડોના આધારે , તારવેલ શાળાઓ ) ની યાદી શિક્ષણ મંત્રાલય , ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે . માત્ર આ શાળાઓ જ PM SHRI પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે . શાળાઓની અંતિમ પસંદગી શિક્ષણ મંત્રાલય , ભારત સરકારની આગેવાની હેઠળની એક નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવશે . 

આ માટે પ્રત્યેક જિલ્લાના DPEO શ્રીને PM SHRI અંતર્ગત DNO District Nodal Officer ) તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે , જે અંગે દરેક DPEO શ્રીના મોબાઈલ નંબર અને e - mail આઈડી દ્વારા પોર્ટલ પર DNO માટે user આઈડી બનાવવાની પ્રક્રિયા કરવામાં આવેલ છે . DPEO શ્રીએ DNO તરીકે કરવાની કામગીરી : . . . 

PM HRI પોર્ટલ બેન્ચમાર્ક શાળાઓ ( માપદંડોના આધારે તારવેલ ) ની યાદી શિક્ષણ મંત્રાલય , ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે . જિલ્લાવાર બેન્ચમાર્ક શાળાઓની યાદી દરેક DNO ( District Nodal Officer ) ના લોગીન પર દેખાશે . DNO પોતાના લોગીન પરથી બેન્ચમાર્ક શાળાઓને રજિસ્ટ્રેશન કરવા માટે ઓનલાઈન INVITE કરશે , ત્યારબાદ જ શાળાઓ પોતાના લોગીન દ્વારા શાળાની રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરી શકાશે . શાળાઓએ 

PM SHRI પોર્ટલ પર લોગીન કરી અને આપેલ ચેક લિસ્ટ મુજબ શાળાની માહિતી “ હા ” અથવા “ ના ” મા આપી છે અને અરજી સબમિટ કરી છે કે નહિ તેની ચકાસણી છ NO એ કરવાની રહેશે . 

એકવાર શાળાઓ દ્વારા અરજી સબમિટ કરવામાં આવશે ત્યારબાદ શહેરી વિસ્તારોમાં લઘુત્તમ 70 % અને ગ્રામીણ વિસ્તારોમાં લઘુત્તમ 60 % અંક મેળવનાર શાળાઓ PM SHRI પોર્ટલમાં જિલ્લા નોડલ અધિકારી ( DNO ) ના લોગિન પર જોઈ શકશે . 

DNO એ શાળા દ્વારા આપવામાં આવેલી વિગતોની પ્રોટોકોલ મુજબ ઓનસાઈટ અથવા ઓનલાઈન તપાસ કરી ખરાઈ કરવાની રહેશે . 
જિલ્લા કક્ષાએ યોગ્ય ચકાસણી કર્યા બાદ DNO દરેક શાળા ( શોર્ટલિસ્ટેડ અને નોન - શોર્ટલિસ્ટેડ ) માટે 100 થી 200 શબ્દોમાં પસંદ થવા અને ના પસંદ થવા અંગેના યોગ્ય કારણો સાથે રાજ્યને શોર્ટ - લિસ્ટેડ સ્કૂલોની તાલુકાવાર યાદી મોકલશે . શાળાઓની યાદીની ભલામણ કરતી વખતે DNO રાજ્યને સત્તાવાર ભલામણ પત્ર મોકલશે .

તારીખ ૧૫-૧૧-૨૦૨૨ ના પત્ર અનુસાર PM SHRI પોર્ટલ પર લોગીન કરી અને રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦૨૨ રહેશે . શાળા વેરીફીકેશનની અંતિમ તારીખ ૧૫-૧-૨૦૨૩ રેહશે . 

જે તે જિલ્લાના કોર્પોરેશન શાળાઓની રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંગેની કામગીરી લાગુ પડતા શાસનાધિકારી સાથે મળી ને કરવાની રહેશે . 

PM SHRI પોર્ટલમાં શાળાઓના રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને પસંદગીના માપદંડોની અંગેની વિસ્તૃત માહિતી અત્રેથી v ના માધ્યમથી આપવામાં આવશે . PM SHRI Scheme , રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને પસંદગીના માપદંડોની માહિતી આ સાથે બિડાણમાં સામેલ છે . આ યોજનાના અમલીકરણ અને જાગૃતિ માટે આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે .


PM SHRI યોજનાનો પરિચય

  • માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 5મી સપ્ટેમ્બર 2022ના રોજ શિક્ષક દિન નિમિત્તે PM SHRI યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.
  • દેશની 14500 શાળાઓ કે જે કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશ/સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા(પંચાયત) દ્વારા સંચાલિત હોય તેવી શાળાઓને PM SHRI શાળા તરીકે વિકસાવવામાં આવશે. જેમાં જવાહર નવોદય વિદ્યાલયો અને  કેન્દ્રીય વિદ્યાલયોનો પણ સમાવેશ થાય છે.
  • PM SHRI શાળાઓને 21મી સદીની માંગને પૂર્ણ કરતી શ્રેષ્ઠ શાળાઓ તરીકે તૈયાર કરવાની કલ્પના કરવામાં આવી છે.
  • આ શાળાઓ  exemplar(ઉદાહરણરૂપ)શાળાઓ તરીકે ઉભરી આવશે  અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના હેતુઓ હાંસલ કરવા માટે અન્ય શાળાઓને માર્ગદર્શન પૂરું પાડશે. 
  • PM SHRI શાળાઓ આદર્શ શાળાઓના નેટવર્ક તરીકે કાર્ય કરશે.
  • આ શાળાઓ પોતાના વિસ્તારમાં સમાનતાભર્યા, સમાવેશી અને આનંદકારક વાતાવરણમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે નેતૃત્વ લેશે.
  • આ શાળાઓને ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે. (સૌર પેનલ અને એલઇડી લાઇટનો ઉપયોગ, કુદરતી ખેતી દ્વારા કીચન ગાર્ડન, કચરાનું  વ્યવસ્થાપન, પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ, જળ સંરક્ષણ, સંસ્કૃતિક રીતિરીવાજો/પ્રણાલીનો અભ્યાસ વગેરે )

PM SHRI શાળાઓમાં  પ્રસ્તાવિત દરમિયાનગીરીઓ/પ્રવૃત્તિઓ (Interventions)  


✓ PM SHRI શાળાઓ NEP 2020ના તમામ પાસાઓનું અમલીકરણ કરશે અને ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી કરવા માટેનું  મોડલ અપનાવશે.
✓ ગુણવત્તા અને નવીન પ્રયાસો (લર્નિંગ એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ (LEP), હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ(HPC), વિજ્ઞાન અને ગણિતની કિટ, નવીન શિક્ષણશાસ્ત્ર, બેગલેસ દિવસો વગેરે.

RTE કાયદા હેઠળ શાળાકીય જોગવાઈઓના ન્યુનતમ ધોરણોની ખાતરી

  • ICT, સ્માર્ટ ક્લાસરૂમ્સ અને ડિજિટલ પુસ્તકાલયો
  • પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ (ECCE):
  • બાલવાટિકા અને FLNના સમાવેશ સાથે 
  • દરેક બાળકના નામાંકન અને અધ્યયન નિષ્પત્તિનું ટ્રેકિંગ
  • માતૃભાષાને શિક્ષણના માધ્યમ તરીકે પ્રોત્સાહન
ગ્રીન સ્કૂલ

  • વાર્ષિક ગ્રાન્ટ (સંયુક્ત શાળા ગ્રાન્ટ, પુસ્તકાલય, રમતગમત )
  • શાળાઓની ભૌતિક સુવિધાઓનો વિકાસ 
  • કન્યાઓ અને દિવ્યાંગ બાળકોના સર્વ સમાવેશી શિક્ષણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ 
  • વ્યાવસાયલક્ષી શિક્ષણ : દરેક માધ્યમિક શાળાનો વિદ્યાર્થી ઓછામાં ઓછો એક કૌશલ્ય સાથે પાસ થાય તેવું આયોજન
  • વિદ્યાર્થીઓને વિષયોની પસંદગીમાં  સ્વતંત્રતા

Also Read - NMMS ની તૈયારી માટે સાહિત્યATION 

PM SHRI શાળાઓના 6 આધારસ્તંભ

  • અભ્યાસક્રમ, શિક્ષણશાસ્ત્ર (Pedagogy) અને મૂલ્યાંકન
  • માનવ સંસાધન અને શાળા નેતૃત્વ
  • વ્યવસ્થાપન, મૂલ્યાંકન અને નિયમન
  • ભૌતિક સુવિધાઓની ઉપલબ્ધવ્યવસ્થાપન, મૂલ્યાંકન અને નિયમન
  • સમાવેશી શિક્ષણ
  • અને જાતીય સમાનતા
  • લાભાર્થીઓનો સંતોષ

PM SHRI શાળાઓનું  મોનીટરીંગ

  • કેન્દ્ર/રાજ્ય/જિલ્લા/BRC/CRC સ્તરે
  • School Quality Assessment Framework (SQAF)ની રચના 
  • જિલ્લા કક્ષા : અમલીકરણની દેખરેખ રાખવા અને જિલ્લા કક્ષાએ સંકલન સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી હેઠળની સમિતિની રચના
  • ICT આધારિત ટ્રેકિંગ, મોનિટરિંગ અને મૂલ્યાંકન પદ્ધતિ:
  • PRABANDH, ઓનલાઈન મોનીટરીંગ સિસ્ટમ
  • રાષ્ટ્રીય કક્ષાએ  વિદ્યા સમીક્ષા કેન્દ્ર 
  • વિદ્યાર્થીઓની શીખવાની સિદ્ધિ વિશે માહિતી મેળવવા માટે Periodic Achievement Surveys.
  •  IITs/NITs/સેન્ટ્રલ યુનિવર્સિટીઓને થર્ડ પાર્ટી વેરિફિકેશન અને પરફોર્મન્સ મોનિટરિંગમાં સામેલ કરવામાં આવશે.

ચેલેંજ મેથડ દ્વારા શાળાઓની પસંદગી 

  • ચેલેંજ મેથડ દ્વારા પસંદગી માટે ત્રણ સ્તરની પ્રક્રિયા હશે:
  • ચેલેંજ મેથડમાં જરૂરી લઘુત્તમ ગુણાંકન હાંસલ કરતી શાળાઓની ભલામણ રાજ્ય/KVS/JNV દ્વારા સ્થળ તપાસ કર્યા પછી કરવામાં આવશે. 
  • યોજનાના  પ્રથમ બે વર્ષ માટે ઓનલાઈન ચેલેન્જ પોર્ટલ વર્ષમાં ચાર વખત ખોલવામાં આવશે.(દર ત્રણ મહીને એકવાર)
  • સમગ્ર ભારતમાં કુલ શાળાઓની સંખ્યાની મર્યાદા સાથે બ્લોક દીઠ મહત્તમ બે શાળાઓ (એક પ્રાથમિક અને એક માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ) PM SHRI યોજના અંતર્ગત પસંદ કરવામાં આવશે. રાજ્ય દીઠ શાળાઓની પસંદગી માટે કોઈ ક્વોટા નથી.
  • PM SHRI શાળાઓની અંતિમ પસંદગી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયની આગેવાની હેઠળ એક નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવશે.

ચેલેંજ મેથડ દ્વારા શાળાઓની પસંદગી

Stage-I: રાજ્ય દ્વારા MoU પર હસ્તાક્ષર 
કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા નીચે મુજબની ચોક્કસ શરતો સાથે રાજ્યો/KVs/NVs સાથે MoU કરવામાં આવશે:-
રાજ્ય દ્વારા NEP 2020 ને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં આવે. 
યોજનામાં પસંદગી પામેલ શાળાનું નામ PM SHRI શાળા રહેશે.
રાજ્યો તરફથી તેમના તરફથી નક્કી થયા મુજબ બજેટનો હિસ્સો ફાળવવામાં આવે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા અધ્યયન નિષ્પત્તિ આધારિત મોનીટરીંગ થશે.

Stage-2: PM SHRI શાળાઓ તરીકે પસંદ કરવા માટે પાત્રતા ધરાવતી શાળાઓને UDISE+ ડેટા દ્વારા નિર્ધારિત લઘુત્તમ માપદંડોના આધારે ઓળખવામાં આવશે.

Also Read:તમામ news channel Live જોવા માટે ની લિંક

PM SHRI શાળા તરીકે પસંદગી પામવા માટેના  લઘુત્તમ માપદંડો  નીચે મુજબ છે.

  1. શાળાનું પોતાનું પાકું મકાન સારી સ્થિતિમાં હોવું જોઈએ.
  2. અવરોધ મુક્ત પ્રવેશ - રેમ્પ્સ.
  3. શાળા સલામતી ધોરણો અનુસાર બાંધવામાં આવેલ હોવી જોઈએ. 
  4. પ્રાથમિક શાળા(ધોરણ 1-5/1-8) અને માધ્યમિક શાળા(ધોરણ 6-12/6-10/1-10/1-12) માં વિદ્યાર્થીઓનું નામાંકન રાજ્યના સરેરાશ નામાંકન કરતાં વધુ હોવું જોઈએ.
  5. છોકરાઓ  અને છોકરીઓ માટે ઓછામાં ઓછું એક અલગ શૌચાલય હોવું જોઈએ.
  6. પીવાના પાણીની સુવિધા હોવી જોઈએ.
  7. હાથ ધોવાની અલગ સુવિધા હોવી જોઈએ.
  8. વર્તમાન માર્ગદર્શિકા મુજબ તમામ શિક્ષકોનું ફોટો સહિતનું ઓળખપત્ર હોવું જોઈએ.
  1. શાળામાં કાર્યરત સ્થિતિમાં વીજ જોડાણ હોવું જોઈએ.
  2. શાળામાં લાઈબ્રેરી/લાઈબ્રેરી કોર્નર અને રમતગમતના સાધનો હોવા જોઈએ.

Stage-3 – ચેલેંજ મેથડ (1/2)  

નોંધ: સમાન કેટેગરીમાં બે કે વધુ શાળાઓ વચ્ચે ટાઈના કિસ્સામાં નીચે મુજબ પસંદગી થશે 
• વધુ નોંધણી ધરાવતી શાળાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
વધુ ટાઈના કિસ્સામાં, પાછલા વર્ષમાં ન્યૂનતમ ડ્રોપ-આઉટ ધરાવતી શાળાને પ્રાધાન્ય આપવામાં આવશે.

PM SHRI શાળા પસંદગી પ્રક્રિયા: 

  • PM SHRI અંતર્ગત પાત્રતા ધરાવતી શાળાઓનો એક સમૂહ  UDISE+ ડેટા 2021-22 દ્વારા નિર્ધારિત લઘુત્તમ માપદંડોના આધારે ઓળખવામાં આવશે. પાત્રતા ધરાવતી શાળાઓ એ PM SHRI પોર્ટલ પર સ્વ અરજી કરવાની રહેશે. 
  • એકવાર શાળાઓ દ્વારા અરજી સબમિટ કરવામાં આવશે ત્યારબાદ શહેરી વિસ્તારોમાં લઘુત્તમ 70% અને ગ્રામીણ વિસ્તારોમાં લઘુત્તમ 60% અંક મેળવનાર શાળાઓ આપમેળે પોર્ટલમાં જિલ્લા નોડલ અધિકારી(DNO)ના લોગિન પર પ્રતિબિંબિત થશે.
  • DNO એ શાળા દ્વારા આપવામાં આવેલી વિગતોની પ્રોટોકોલ મુજબ ઓનસાઈટ અથવા ઓનલાઈન તપાસ કરી ખરાઈ કરવાની રહેશે. 
  • જિલ્લા કક્ષાએ યોગ્ય ચકાસણી કર્યા બાદ DNO દરેક શાળા (શોર્ટલિસ્ટેડ અને નોન-શોર્ટલિસ્ટેડ) માટે 100 થી  200 શબ્દોમાં પસંદ થવા અને ના થવા ના યોગ્ય કારણો સાથે રાજ્યને શોર્ટ-લિસ્ટેડ સ્કૂલોની તાલુકાવાર યાદી મોકલશે. શાળાઓની યાદીની ભલામણ કરતી વખતે DNO રાજ્યને સત્તાવાર ભલામણ પત્ર મોકલશે. 

Stage-3 – ચેલેંજ મેથડ (2/2)   
  • રાજ્ય દ્વારા મંજૂરી મળ્યા પછી રાજ્ય નોડલ ઓફિસર(SNO) PM SHRI શાળાઓની ભલામણ કરેલી યાદી શિક્ષણ મંત્રાલયને મોકલશે.
  • રાજ્ય દ્વારા  દરેક ભલામણ કરેલ શાળા માટે 50 થી 100 શબ્દોમાં યોગ્ય કારણો આપવાના રહેશે. 
  • રાજ્ય તાલુકા દીઠ મહત્તમ બે શાળાની ભલામણ કરી શકશે. 
  • શિક્ષણ મંત્રાલયના સચિવ(SE&L)ની આગેવાની હેઠળની નિષ્ણાત સમિતિ દરેક રાજ્યમાંથી PM SHRI શાળાઓ તરીકે પસંદ કરાયેલી શાળાઓની અંતિમ યાદીની ભલામણ કરશે.
  • મહત્ત્વપૂર્ણ લિંક્સ
    PM SHRI યોજના પરિપત્ર : અહીં ક્લિક કરો
    PM SHRI સિલેકશન ગાઈડલાઈન : અહીં ક્લિક કરો
    ૦ User Module school pdf
    ૦ સેમ્પલ ફોર્મ pdf
    ૦ ઉપયોગી PPT
    ૦ શાળાનું Login કરવા: અહીં ક્લિક કરો 

    ચેલેન્જ પેરામીટર્સ દ્વારા મૂલ્યાંકન


    • ચેલેંજ માપદંડ 7 ક્ષેત્ર અને 168 ગુણાંક ધરાવે છે 
    • PM SHRI શાળા તરીકે પસંદગી કરવા માટે શહેરી વિસ્તારોમાં લઘુત્તમ 70% અને ગ્રામીણ વિસ્તારોમાં લઘુત્તમ 60% ચેલેંજ શરતોને  સંતોષતી શાળાઓ પસંદ કરવામાં આવશે.

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter