ગુજરાત એચિવમેન્ટ સર્વે- હાથ ધરવા માટે પસંદિત શાળાઓને જાણ કરવા બાબત.
વિષયઃ ગુજરાત એચિવમેન્ટ સર્વે- હાથ ધરવા માટે પસંદિત શાળાઓને જાણ કરવા બાબત.
વર્ષ ૨૦૨૨-૨૩ માં રાજ્યના તમામ જિલ્લાઓમાં ધોરણ ચાર, છ અને સાતની પસંદિત શાળાઓમાં ગુજરાત એચિવમેન્ટ સર્વે-4 (GAS-4) હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. સર્વે હાથ ધરવા માટેની તારીખ હવે પછી જણાવવામાં આવશે. જિલ્લાવાર ધોરણવાર તાલુકાદીઠ દસ શાળાઓની પસંદગી કરેલ છે, જે મુજબ આપના જિલ્લાની ત્રણેય ધોરણની થઈને તાલુકાદીઠ ત્રીસ શાળાઓની પસંદગી થયેલ હશે.
પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સર્વે માટે બનાસકાંઠા જિલ્લા શાળઓ નું લિસ્ટ અહીંથી જુઓ
સદર સર્વે માટે પસંદ કરવામાં આવેલ શાળાઓની યાદી ધોરણવાર ત્રણ Excel sheet માં આ સાથે સામેલ છે. જેમાંથી આ સાથે મોકલેલ રાજ્યની પસંદિત શાળાઓની યાદીમાંથી આપના જિલ્લાની શાળાઓની યાદી ફિલ્ટર કરશો. જે માટે પસંદ થયેલ શાળાનું પસંદ થયેલ ધોરણ બદલાઈ ન જાય તે રીતે અત્રેથી મોકલેલ શાળાઓની યાદીમાંથી સાવચેતીપૂર્વક Let out કરી જે તે ધોરણ અનુસાર સબંધિત શાળાઓને પસંદ થયેલ ધોરણ અને સદર સર્વે અંગે અગાઉથી માહિતગાર કરશો. આપ દ્વારા સ્કુલ ડેટ વેરીફિકેશન કરેલ શાળાઓની યાદીમાંથી શાળાઓની પસંદગી કરેલ હોય અગાઉ મોકલેલ શાળાઓની યાદી સાથે ધોરણવાર વેરીફાઈ કરી લેશો. રૅન્ડમ સેમ્પલીંગથી શાળાઓની પસંદગી કરેલ હોય શક્ય છે કે કોઈ એક જ શાળા એક કરતા વધુ ધોરણ માટે પસંદ થઈ પણ હોય. તો પણ આ સાથેની યાદી મુજબ જ શાળાનો સર્વેમાં સમાવેશ કરવાનો રહેશે. જે માટે શાળા દીઠ ધોરણ દીઠ એક F। મુજબ તેમજ સર્વે સંબંધિત થનાર અન્ય ખર્ચ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવનાર છે. જે મુજબ જરૂરી આયોજન કરશો.
ગુજરાત એચિવમેન્ટ સર્વે- હાથ ધરવા માટે પસંદિત શાળાઓને જાણ કરવા બાબત.
Post a Comment