-->
Natural Natural

Gujarat Police Document Verification List 2022 declared, Check below for more detail

Post a Comment

 Gujarat Police Document Verification List 2022 declared, Check below for more details.

Posts Name: Constable – Lokrakshak

Document Verification List: Click Here

Written Result, Cut off marks and Other Details: Click Here

લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ, લેખિત કસોટીમાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ (જેવા કે, રમતગમત, વિધવા, NCC “C” સર્ટીફીકેટ તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડીગ્રી/ડીપ્લોમાં અંગેના મળવાપાત્ર ગુણ) સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે.

માજી સૈનિકના કિસ્સામાં જે તે કેટેગીરીના કટ-ઓફમાં ૨૦%નો ઘટાડો કરી દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી કરવામાં આવેલ છે.

અનામત કેટેગીરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા ST કેટેગીરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઉંચાઇનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગીરીના કટ-ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો જનરલ કેટેગીરીની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

સરખા ગુણવાળા ઉમેદવારોના કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર વધુ હશે તેને મેરીટમાં ઉપર મૂકવામાં આવેલ છે.

જે કિસ્સામાં ગુણ અને ઉંમર બન્ને સરખા થતા હોય તો વધુ ઉંચાઇવાળા ઉમેદવારને મેરીટમાં ઉપર મૂકવામાં આવેલ છે.

રમતવીરોના કિસ્સામાં તેમના લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરી દસ્તાવેજ ચકાસણીની યાદી બનાવવામાં આવેલ છે.

વિધવા ઉમેદવારના કિસ્સામાં તેમના શારીરીક કસોટીના માર્કસ તથા લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરી દસ્તાવેજ ચકાસણીની યાદી બનાવવામાં આવેલ છે.

ભરતીની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોઇપણ રીતે ગેરરીતી કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાં માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહેલ છે. જો આવા કોઇપણ ઉમેદવારનો દસ્તાવેજ ચકાસણીની યાદીમાં સમાવેશ થયેલ હશે તો તેને કોઇપણ તબક્કે ગેરલાયક ઠરાવવામાં આવશે.

img 20220628 2115376501907498819470539

દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલની યાદી જોવા માટે અહી કલીંક કરો…

તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ માર્કસ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલની યાદી જોવા માટે અહી કલીંક કરો…

તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ માર્કસ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

  • જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
  • જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
  • EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
  • EWS કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
  • SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
  • SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
  • SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
  • SC કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
  • ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
  • ST કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…

દસ્તાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારોને જુલાઇ, ર૦રર માસમાં દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ પોતાનું ઓળખ અંગેનો પુરાવો, શૈક્ષણિક પ્રમાણ૫ત્રો, જાતિ અંગેના પ્રમાણ૫ત્રો તેમજ વઘારાના ગુણ માટે રમતગમત, વિઘવા, રક્ષા શકિત યુનિવર્સિટી, એન.સી.સી. વગેરે પ્રમાણ૫ત્રો તૈયાર રાખવા. દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર અલગથી બહાર પાડવામાં આવશે.

દસ્તાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ પી.એસ.આઇ. ભરતીની મેઇન ૫રીક્ષા આપેલ છે, તે ઉમેદવારોના કિસ્સામાં પી.એસ.આઇ. ભરતીનું ૫રિણામ જાહેર થયા બાદ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાનું આયોજન છે. જો કે, આ બાબતમાં ફેરફાર થઇ શકે. યોગ્ય સમયે ઉમેદવારોને તે અંગેની જાણ કરવામાં આવશે.

લોકરક્ષક કેડરની ભરતી માટે તા.૨૩.૧૦.૨૦૨૧ની જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી ફોર્મ ભરતી વખતે જો કોઇ ઉમેદવાર NCCનું “C” સર્ટીફીકેટ, સરકારશ્રીના નિયમોનુસાર માન્ય રમતગમતનું પ્રમાણપત્ર, વિધવા તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીનું માન્ય ડીગ્રી/ડીપ્લોમાં પ્રમાણપત્ર ધરાવતા હોય અને શરતચૂકથી અરજીમાં દર્શાવવાનું રહી ગયેલ હોય તો તેવા ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી સમયે આવા પ્રમાણપત્રો રજૂ કરી શકશે. આવા પ્રમાણપત્રો તા.૦૯.૧૧.૨૦૨૧ અથવા તેના પહેલા ઇશ્યુ કરેલ હોવા જોઇએ.

લેખિત પરીક્ષામાં ગેરરીતી કરતાં ઉમેદવારોની સૂનાવણી કાર્યવાહી પૂર્ણ કરી તેઓને આ ભરતીમાં ગેરલાયક ઠરાવવામાં આવેલ છે તથા રાજય સરકારશ્રીની આગામી ભરતીમાં ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવનાર છે.

ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહિં કલીંક કરો…






Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter