-->
Natural Natural

EK BHARAT SHRESHTHA BHARAT

Post a Comment

 એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ અંગેની ગ્રાન્ટ ફાળવણી તથા માર્ગદર્શિકા બાબત 


વિષય- “એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ અંગેની ગ્રાન્ટ ફાળવણી તથા માર્ગદર્શિકા બાબત 

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ સમગ્ર દેશભરમાં યોજાઈ રહ્યો છે.

જેનો હેતુ બાળકોમાં દેશના જુદા-જુદા રાજ્યોની સાંસ્કૃતિક, સાહિત્યિક, ભૌગોલિક, ઐતિહાસિક, સામાજિક વગેરે જેવી ભિન્ન ભિન્ન બાબતો વિષે જાણે અને સમજ કેળવે તથા એક બીજાની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ કેળવે. "એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ અન્વયે ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ થયેલ છે. સંદર્ભ દર્શિત પત્ર (૧) અને (ર) અન્વયે રાજ્યની ૭૪૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ સરકારી માધ્યમિક શાળાઓમાં પ્રતિ શાળા દીઠ ૧૦૦૦/-(એક હજાર રૂપિયા) "એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે.

સદર ગ્રાન્ટ વપરાશ અંગેની માર્ગદર્શિકા પણ આ સાથે સામેલ છે. જે ધ્યાને લઇ આ સાથે સામેલ થાદી મુજબની આપના જિલ્લાની શાળાઓમાં સંદર્ભ દર્શન પત્રાર)માં દર્શાવ્યા મૂજબ બિનચૂક ગ્રાન્ટ ફાળવણી કરી “એક ભારત શ્રેષ્ઠ ભારત” કાર્યક્રમના અમલીકરણ અર્થે આગળની કાર્યવાહી થવા વિનંતી છે.

"એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શિકા વિશેષ માહિતી આપવી. બાળકોને જીવનઘડતરના અનુભવો પુરા પાડવા, બાળકોને સ્થાનિક/ લોકલ સંસ્કૃતિના નૃત્યો/હસ્તકળા રમતો કરવું. વિવિધ સામગ્રી નિર્માણ અંગેનું આયોજન શાળા કક્ષાએ બાળકો દ્વારા ઉપરોક્ત બાબતો ધ્યાને લઇ પ્રોજેક્ટકાર્ય તૈયાર કરી એક બુક તૈયાર કરવી.

• બાળકોને ગુજરાત અને છત્તીસગઢ રાજ્યોની સંસ્કૃતિ, રીતરિવાજો, પહેરવેશ, કૃષિ, આબોહવા જેવા વિવિધ વિષયોથી પરિચિત થાય.

આ કાર્યક્રમના અમલીકરણ માટે શાળા કક્ષાએ નિબંધ સ્પર્ધા, ચર્ચાસત્રો, ભાગીદાર રાજ્ય (છત્તીસગઢ) પર

પ્રોજેક્ટ વર્ક, સાંસ્કૃતિક સ્પર્ધા- લોકગીત, કળા, ચિત્ર,ક્વીઝ વગેરેનું આયોજન કરવું. વિદ્યાર્થીઓને ભાગીદાર રાજ્ય વિશે મહત્વપૂર્ણ તથ્યો અને અન્ય મહત્વપૂર્ણ અને રસપ્રદ માહિતી પ્રદાન કરવી.

શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ઈન્ટરનેટ સુવિધા હોય તો તેના આધારે બાળકોને ગુજરાત અને છત્તીસગઢ રાજ્યની વિવિધ બાબતોની ઝાંખી પરિચય કરાવવો.

 CIRCULAR DOWNLAOD HERE



વિદ્યાર્થીઓ માટે "એક ભારત શ્રેષ્ઠ ભારત" હેઠળ વિવિધ પ્રવૃત્તિઓને આવરી લેતા પ્રોજેક્ટ કરવા બાળકો દ્વારા શાળા લાયબ્રેરીમાંથી છત્તીસગઢ વિશેની માહિતી મેળવી ચર્ચા સત્રો યોજવા. પ્રાર્થનાસભામાં

• વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા થનાર બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ પ્રમાણપત્ર આપવા

શાળા કક્ષાએ એસ.એમ. મી સભ્યો આગેવાનોની ઉપસ્થિતિમાં બાળકોને પ્રોત્સાહિત કરવા ગામના સૌથી વધુ ઉંમર અને અનુભવી વ્યક્તિ અથવા પ્રતિભાશાળી વ્યક્તિ સાથેનું ચર્ચા સત્ર યોજવા.

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter