home learning,home learning time table,ekam kasoti,answer key,ekam kasoti time table,school time table,gyan setu,pragna sahity,paper soluction,dd giranar time table,dd girnar new time table,dd girnar home learning,eassy,new paripat,paripatra,u dise form,gander oudit form,vidhyasahayak leave,medical leave,navoday vidhyalay admission notification,nmms exam,navoday exam old question paper,nas exam ,nas exam old paper,maths paper,paripatra,education,nmms test series,science fair ,diksha
સરકારશ્રીનાં શિક્ષણ વિભાગ, ગાંધીનગરનાં તા.૧૭/૫/૧૯૯૩ના ઠરાવ ક્રમાંક:ચિકપ/૧૦૯૨/૨૬૫/ગ- ૧ અન્વયે અને ૨૧/૦૯/૨૦૨૨ ના રોજ બપોરના ૪.૦૦ કલાકે રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રીના અધ્યક્ષ પદે ચિત્રકામ પરીક્ષા સમિતીની બેઠક મળેલ હતી બેઠકમાં કરેલ સુધારા મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચિત્રકામ કક્ષા પરીક્ષા-૨૦૨૨ નો કાર્યક્રમ નીચે મુજબ જાહે કરવામાં આવે છે.
આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તારીખ:૦૯/૧૨/૨૦૨૨ થી તા:૩૦/૧૨/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.
ઉમેદવારની લાયકાત :-
પ્રાથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષા:- ૫ થી ૮ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાઃ- ૯ થી ૧૨ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
જે શાળામાં પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાના કુલ ૧૦૦ કે તે કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જે શાળામાં માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના કુલ ૧૦૦ કે તે કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જે શાળામાં ૧૦૦ કરતાં ઓછા વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાના વિદ્યાર્થેઓને નજીકના પરીક્ષા કેન્દ્ર અથવા આવી શાળાઓ પૈકી ભૌગોલિક સ્થિતિ ધ્યાને લઇને તે શાળાઓ પૈકી કલ્સટર કક્ષાએ કોઇ એક શાળા ખાતે પરીક્ષા કેન્દ્ર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પરીક્ષા કેન્દ્ર નક્કી કરવા બાબતે આખરી નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રી કરશે.
પરીક્ષાના સંચાલન અંગે:-
. પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી હસ્તક રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
. માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હસ્તક રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
* ખાનગી / બહારના ઉમેદવારો માટેની લાયકાત અને પરીક્ષા ફી :-
-પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માટે :- ઓછામાં ઓછુ ધોરણ ૫ થી ૮ નો સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઇએ.
માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માટે :-ઓછોમાં ઓછું ધોરણ ૯ થી ૧૨ સુધીમાં અભ્યાસ કરેલો હોવો જોઇએ.
બહારના ઉમેદવારો અટલે (કે જેઓ ધોરણ ૫ થી ૧૨માં શાળામાં અભ્યાસ કરતા ન હોય) તેવા ઉમેદવારો એ પ્રાથમિક કે માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવી હોય તેવા ઉમેદવારોએ બહારના ઉમેદવાર (EXTERNAL CANDIDATE) તરીકે ઉમેદવારી નોંધાવી શકશે એ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા કરવામાં આવી
• બહારના ઉમેદવારો માટે પોસ્ટ અથવા કુરીયર દ્વારા ભરેલ ફોર્મ અને ફી સ્વીકારમાં આવશે નહીં.
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે.ઉમેદવાર તારીખ:૦૯/૧૨/૨૦૨૨(બપોરના ૧૫,૦૦) થી તારીખ:-૩૦/૧૨/૨૦૨૨(રાત્રે ૨૩.૫૯ કલાક સુધી) દરમિયાન www.sebexam.orgપર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક confirm કેર્યા પછી જ અરજી માન્ય ગણાશે.
સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
સૌ પ્રથમ www.sebexan.org પર જવું.
“Apply online · ઉપર વick કરવું.
ત્યાર બાદ જો પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો ELEMENTARY DRAWING GRADE EXAM – 2022( Std 5 to 8 ) ” અથવા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો “NTERMEDIATE DRAWING GRAOF FEXAM – 7022( Std 9 to 12 ) ” Annly Now પર Click કરવું.
Apply Now પર Click કરવાથી Student Type દેખાશે, ત્યાર બાદ REGULAR CANDIDATE અને EXTERNAL CANDIDATE એવા બે option દેખાશે.જો વિદ્યાર્થી હોય તો REGULAR CANDIDATE select કરવાનું રહેશે અને ખાનગી / બહારના ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા હોય તો EXTERNAL CANDIDATE select કરવાનું રહેશે.
REGULAR CANDIADTE
વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.( જો જુની શાળાની વિગતો બતાવે તો જ સુધારો કરવો)
હવે Save પર Click કરવાથી તમારો DataSave થશે. અહીં Application Number Generate થશે. જે સાચવીને રાખવાનો રહેશે.
હવે Confirm Application પર Click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit અને Confirm પર click કરો. અરજી Confirm થયા બાદ Confirmno જનરેટ થશે. જે સાચવીને તમારી પાસે save કરવાનો રહેશે.
કલાકમાં e-receipt જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજય પરીક્ષા બોર્ડને ઈ-મેઈલ થી સંપર્ક કરવાનો રહેશે.
ચિત્ર ની પરીક્ષાનું ફોર્મ ભરવા માટે CLICK HERE
* માર્ગદર્શક સૂચનાઓ ::
. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/પ્રાથમિક શિક્ષણાધકારીશ્રી/શાસનાધિકારીશ્રીઓએ પોતાના તાબા હેઠળની તમામ સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ, ખાનગી શાળાઓમાં આ જાહેરનામાની નકલ તારીખ:૦૯/૧૨/૨૦૨૨સુધીમાં ફરજીયાતપણે મોકલી આપવાની રહેશે.
કોઇપણ શાળામાંથી જાહેરનામું ન મળ્યાની કે વિલંબથી મળ્યાની ફરીયાદ આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીની કચેરીની રહેશે.
વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે.
અગત્યની સૂચનાઓ :
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ External Candidate તરીકે ઉમેદવારી નોંધાવશે તો તેઓનું ફોર્મ રદ ગણાશે જેની ફી પરત કરવામાં આવશે નહિ.
અરજીપત્રક ભરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર
સંપર્ક કરવો.
જિલ્લા કક્ષાએથી પ્રકાશિત થતાં શૈક્ષણિક મેગેઝિન વર્તમાનપત્રોમાં પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થાય તેવા પ્રયત્નો કરવાના રહેશે.
વિદ્યાર્થીના હિતને ધ્યાને લઇ, જિલ્લાની દરેક શાળામાંથી ઓછામાં ઓછા ૫ (પાંચ) વિધાર્થીઓના આવેદનપત્ર ભરાય તેવા પ્રયત્નો કરવાના રહેશે.
. જો ફોર્મ ભરતી વખતે કોઈપણ વિદ્યાર્થી નાહ અટક, જન્મ તારીખ જાતિ કે અન્ય કોઇ ભૂલ હોય અથવા આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ના દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે સુધારો થયાના ર૪ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે.
આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસની કોઈપણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં આવશે નહીં આથી ફોર્મ ભરનારે આવેદન પત્રની સમયમર્યાદા ધ્યાને લઈ અધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે. સુધારા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે.
નામ, અટક,જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઇ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નડી. જેની ખાસ નોંધ લેવી.
Post a Comment