પ્રધાનમંત્રી કુસુમ યોજના | [Solar] PM KUSUM Yojana In Gujarati
PM Kusum Yojana Online Registration 2022 Short Brief : Pradhan Mantri Kusum Yojana Online | Online Registration For PM Kusum Yojana | પ્રધાનમંત્રી કુસુમ યોજના ઓનલાઇન |
PM Kusum Yojana Online Registration 2022 : પ્રધાનમંત્રી કુસુમ યોજના દેશના અને રાજ્યના ખેડૂતો માટે નવી યોજના બહાર પાડવામાં આવેલ છે. ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે સૌર ઊર્જા દ્વારા ચાલતા સોલાર પંપની ખરીદી આ યોજના હેઠળ આપવામાં આવે છે. અને સોલાર ઉર્જાનો ઉપયોગ વધે તે ખૂબ જરૂરી છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા Solar Fencing Yojana બહાર પાડેલી છે.
PM Kusum Yojana Part- B
- આ વિભાગ હેઠળ ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે, ડીઝલને બદલે સોલાર પંપ સ્થાપિત કરવા કહ્યું છે.
- ખેતીવાડી વીજ કનેકશન ન હોય ત્યાં Solar Pump લગાવવા માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે.
- ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધીની સબસીડી આપવામાં આવે છે.
- આ સબસીડી 75 હો.પા. સુધી મર્યાદામાં આપવામાં આવે છે.
- આ વિભાગમાં વન વિસ્તારના ખેડૂતો માટે GERC ના ધોરણો મુજબ, માત્ર ફીકસ્ડ કોસ્ટ મુજબનો ફાળો ભરપાઈ કરવાનો રહેશે.
- કૃષિ વીજ જોડાણ માટેની આદિજાતિ (TASP) યોજનાના અરજદારોને કોઈ ફાળો ભરપાઈ કરવાનો રહેશે નહીં.
પીએમ કુસુમ યોજના- C
- ખેડૂતો માટેની આ યોજનામાં પીએમ કુસુમ યોજના-C વિભાગ છે. આ વિભાગમાં બે પેટા વિભાગ છે.
- એક વિભાગમાં વ્યક્તિગત સ્તરે પંપ સોલરાઈઝેશન માટેની છે.
- જેમાં હયાત ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધી સબસીડી આપવામાં આવશે.
- જે 75 હો.પા. સુધી મર્યાદિત રહેશે.
- 25 વર્ષ સુધી સ્વ-વપરાશ પછી, વધારાની સોલાર ઉર્જા વીજ વિતરણ કંપનીને વેચી વધારાની આવક મેળવી શકાશે.
- ફીડર લેવસ સોલરાઈઝેશન આ બીજો પેટા વિભાગ છે.
- દિવસ દરમિયાન ખેડૂત ભાઈઓને ખેતી કામ માટે પૂરતો વીજપુરવઠો આપવામાં આવે છે.
- સસ્તી અને ગ્રીન એનર્જીથી ખેતરોમાં હરિયાળી આવશે, જેથી ખેડૂતોમાં ખુશહાલી આવશે.
પીએમ કુસુમ યોજના માટે જરૂરી દસ્તાવેજો
- પ્રધાનમંત્રી કુસુમ યોજના 2022 હેઠળ ખેડૂતોને લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી ખેડૂતનું આધારકાર્ડ
- બેંક ખાતાની પાસબુક
- જમીનની 7/12 ની નકલ
- જમીનની 8-અ ની નકલ
- Declaration Form
PM Solar Panel પર 90 ટકા સુધી વળતર
પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતો સૌર ઊર્જા ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન પર સોલાર પેનલ લગાવવા માટે ફક્ત 10 ટકા રકમ ભરવાની રહેશે. રાજ્ય સરકારો અને ભારત સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં 60 % સુધી સબસીડીની રકમ આપે છે. જેમાં કેન્દ્ર અને રાજ્યો તરફથી સમાન યોગદાન આપવાની શરત સામેલ છે. વધુમાં, બેંક તરફથી 30 ટકા ફી લોનની જોગવાઈ છે. આ લોનને ખેડૂતો તેમની આવકમાંથી સરળતાથી ભરી શકે છે.
કુસુમ યોજના માટે નોંધણી
ભારત દેશમાં ઘણા રાજ્યમાં પાણીની ખૂબ તંગી હોય છે. જેથી ઉનાળામાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ પણ ઉભી થાય છે. જેના કારણે ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ કુસુમ યોજના શરૂ કરેલી છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને મફત વીજળી આપવાનો છે.
કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતીમાં સિંચાઈ કરવા માટે, સોલાર પેનલની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
આ યોજના હેઠળ ખેડૂતોને ડબલ લાભ થશે અને પોતાની આવકમાં નોંધપાત્ર વધારો થશે.
ખેડૂતો દ્વારા વધુ વીજળી ઉત્પાદન થશે તો તેને વીજ કંપનીઓના ગ્રીડમાં મોકલવામાં આવશે
કેન્દ્ર સરકારની કુસુમ યોજના વિશે વધુ માહિતી માટે https://mnre.gov.in/ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
આ યોજનાની વધુ માહિતી માટે નજીકની વીજ વિતરણ કરતી કંપનીની ઓફિસ ખાતે રૂબરૂ મુલાકાત લઈને મદદ મેળવી શકો છો. તેમ છતાં નીચેની હેલ્પલાઈન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.
અધિકૃત વેબસાઈટ | https://mnre.gov.in/ |
PM Kusum Helpline Number | 18001803333 |
Post a Comment