શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના) | Educational Loan Scheme (New Aspiration Scheme)
આ યોજનાનો હેતુ
સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના.
લોન મેળવવાની લાયકાત
- અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
આવરી લેવામાં આવેલ અભ્યાસ ક્રમ.
- એમ.બી.એ. અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
- એમ.સી.એ. માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
- આઇ.આઇ.ટી. / એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ તેમજ માન્ય વ્યવસાયિક સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ.
- મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યતા આપી હોય તેવી કોલેજના તબીબી શિક્ષણના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ.
- મેનેજમેન્ટ કોટામાં મેળવેલ પ્રવેશના કિસ્સામાં લોન મળવા પાત્ર નથી.
લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે
- પ્રવેશ ફી અને ટયુશન ફી
- અભ્યાસક્રમ માટે જરૂરી પુસ્તકો, લેખન સામગ્રી, જરૂરી સાધનો અને પરીક્ષા ફી
- રહેવા – જમવાનો ખર્ચ
- વીમા – પોલીસીનું પ્રીમીયમ
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
- આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા ₹.૧૦ લાખ સુધીની છે. વિદેશમાં અભ્યાસ માટે ₹. ૨૦ લાખની મર્યાદા છે.
- આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક ૪ % રહેશે. વિદ્યાર્થીની માટે આ દર ૩.૫ % છે.
- આ યોજનાઓમાં ૯૦ % કેન્દ્રીય નિગમના, ૫ % રાજય સરકાર અને ૫ % લાભાર્થી ફાળાની રકમ રહેશે.
- આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે લોનની વસુલાત અભ્યાસક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યવસાય મળેથી બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી કરવામાં આવશે.
ઓનલાઈન અરજી કેવીરીતે કરવી ?
૧) યોજના પસંદ કરી “Apply Now” પર ક્લિક
૨) ફોર્મમાં તમામ વિગતો ભરી ફોર્મ “Submit”
૩)ફોર્મ ભર્યા બાદ તમારો “Confirmation No.” નોંધી લો
૪) ફોર્મમાં સુધારા કરવા માટે “Edit Application” પર ક્લિક કરો:--
૫) Photo અને Signature અપલોડ કરવા “Menu” માં “Upload Photo” પર ક્લિક કરવું:--
૬) Document અપલોડ કરવા “Menu” માં “Upload Document” પર ક્લિક કરવું:--
7) Application આગળ મોકલવા Menu માં “Confirm Application” પર ક્લિક કરવું.
૮) Confirm કરેલી Application ની Print Out લઈ જરૂરી ડૉક્યુમેન્ટ
- અરજદારની ઉંમરનો પુરાવો (સ્કુલ લિવિંગ સર્ટીની પ્રમાણિત નકલ)
- અરજદારનું જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર
- અરજદારના કુટુંબની / પિતાની આવકનો સક્ષમ અધિકારીનો દાખલો
- અરજદારની S.S.C. માર્કશીટની નકલ
- અરજદારની H.H.C. માર્કશીટની નકલ
- ગુજકેટની પરીક્ષાની માર્કશીટની નકલ (મરજિયાત)
- જે કોલેજમાં એડમિશન લીધેલ હોય તે અંગેનો કેન્દ્રિય પ્રવેશ સમિતિ (A.C.P.C.), AICTE, MEDICAL COUNSIL OF INDIA, UGC વગેરેનો એડમિશન લેટર
- અરજદારના પિતાનું ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ / સંસ્થા માન્યતા પ્રાપ્ત કરેલ પ્રમાણપત્ર
- ફી નું સ્ટ્રક્ચર (કોલેજ અને હોસ્ટેલ)
- ફી ભર્યાની રીસિપ્ટ
- અરજદારનું આધારકાર્ડ (આગળ અને પાછાળ)
ઓફિશિયલ વેબસાઇટ : https://gndcdconline.gujarat.gov.in/
Online Loan Application
આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે : અહીં ક્લિક કરો
Post a Comment